Shabd Magazine

Music

Loading…

Photos

Loading…
  • Add Photos
  • View All

Syahee.com is a blogging and literature website where members can blog and read in languages like Gujarati,Hindi,Marathi,English

 

Blog Posts

આકાશ

ક્યારે આકાશ મળશે મને ,

મારી તકદીર નડશે મને .

 

દિવસો પણ ખુશીના આવશે ,

જ્યારે અનુભવ ઘડશે મને .

 

મન સતત ગડમથલ કરતું રહે ,

પારકાનો પૈસો પચશે મને .

 

કાવા દાવા તો ચાલ્યાં કરે ,

દુનિયાની રીતિ ભળશે મને ,

 

તન સુતું હોય ત્યારે સખી ,

જાગતો આત્મા લડશે મને .        

                         

Posted by DARSHITA BABUBHAI SHAH on September 2, 2015 at 9:55am

વનવાસ

વનવાસ ભોગવવાનો અનુભવ કડવો છે ,

બે વરસે પણ આંખોનો ખૂણો ભીનો છે .

 

એની જુદાઇમાં દિવસ મારા રડે ,

મીઠાશ ભરપૂર પણ શીરો ફીકો છે .

 

ઢાંકેલુ છે ઉપવન નજરના બાણોથી ,

આકાશમાં ઉડતો દુપ્પટો લીલો છે .

 

દુનિયામાં શોધે પણ જડે ના એ અદભુત ,

વીંટીમાં જડવા જેવો સુંદર હીરો છે .

 

છે પ્રેમનો મારગ સખત મુશ્કેલ સખી ,

વાકોચુકો લાગે પણ રસ્તો સીધો છે .

Posted by DARSHITA BABUBHAI SHAH on September 1, 2015 at 10:46am

तुम तो शायर हो 'कतील' और वो इक आम सा शख़्स उस ने चाहा भी तुझे और जताया भी नहीं क़तील शिफाई

तुम तो शायर हो 'कतील' और वो इक आम सा शख़्स 
उस ने चाहा भी तुझे और जताया भी नहीं 
क़तील शिफाई

Continue

Posted by ritu garg on September 1, 2015 at 2:11am

લાગણીઓ દાયકાઓ સુધી જીવતી રહે છે , મખમલી આવાજ યુગો સુધી ગુજતી રહે છે .   તારાઓ આકાશમાં છે એટલા યાદ આવો , રાતે તો દરરોજ ત્યાં બારાત સજતી રહે છે .   મૌસમો બદલાય ઢળતી સાંજે ત્યાં તો સખી ના ,             …

લાગણીઓ દાયકાઓ સુધી જીવતી રહે છે ,

મખમલી આવાજ યુગો સુધી ગુજતી રહે છે .

 

તારાઓ આકાશમાં છે એટલા યાદ આવો ,

રાતે તો દરરોજ ત્યાં બારાત સજતી રહે છે .

 

મૌસમો બદલાય ઢળતી સાંજે ત્યાં તો સખી ના ,                        

હૈયામાં ઊર્મિઓની હંમેશા ભરતી રહે છે ,

૨૯-૪-૨૦૧૨   

Continue

Posted by DARSHITA BABUBHAI SHAH on August 31, 2015 at 9:41am

રક્ષાબંધન પર્વ વિશેષ'શ્રાવણનો ઝરમરિયો મેઘ'

               રક્ષાબંધનના પવન પર્વ નિમિતે હિંદુ પરંપરા મુજબ દરેક બહેન પોતાના ભાઈને

'રાખડી' બાંધી ભાઈને અંતરના આશીર્વાદ આપે છે સાથે ભાઈ પાસેથી કઈ માગવાનો અવસર

મળે છે. આ અવસર નિમિત્તે દરેક બહેનો ને વિનંતી કે પોતાના ભાઈ પાસેથી આવા 3 વચન

માંગો.

ભાઈ : બેન, આજના પવિત્ર પર્વ પર તારે જે જોઈએ તે માંગી લે બોલ શું આપું તને? કપડા,

         દાગીના , રોકડ રકમ કે ભેટ સોગાદ બોલ શું જોઈએ છે તારે તું જે કહે…

Continue

Posted by Ketan Motla on August 28, 2015 at 3:07pm

આતુર છે તન મન સર્મપણ માટે , આકુળ છે તન મન સર્મપણ માટે .   વરસાદી હેલીમાં ભીંજાયેલા , વ્યાકુળ છે તન મન સર્મપણ માટે .   વર્ષોથી તૃષામાં તરસાયેલા , તૈયાર છે તન મન સર્મપણ માટે . ૨૩-૪-૨૦૧૨  

આતુર છે તન મન સર્મપણ માટે ,

આકુળ છે તન મન સર્મપણ માટે .

 

વરસાદી હેલીમાં ભીંજાયેલા ,

વ્યાકુળ છે તન મન સર્મપણ માટે .

 

વર્ષોથી તૃષામાં તરસાયેલા ,

તૈયાર છે તન મન સર્મપણ માટે .

૨૩-૪-૨૦૧૨

 

Continue

Posted by DARSHITA BABUBHAI SHAH on August 28, 2015 at 9:51am

ગુલાબી રંગ

ઘેરો ગુલાબી રંગ મારા ગાલનો છે ,  

જુઓ સનમ રુમાલ લીલો હાથમાં છે .

 

ક્યાં ખોટ સાલે દરિયાને માઝીની આજે ,

છૂટાછવાયા ચાર દિવસો  હાથમાં છે .   

  

અણસમજુ જ્યારે સમજુ માફક વર્તે ત્યારે ,

જોઈતી મનગમતી તકની તે તાકમાં છે .

 

આકાશ ભીતરનું હર પળ ગર્જા કરે છે ,

ત્યારે સજન એકાંત મારું મ્યાનમાં છે .

 

આવ્યો ઘણાં દિવસે સજનનો ફોન આજે ,

I L U, I L U સતત કહે કાનમાં છે .

૨૨-૪-૨૦૧૨

 

Posted by DARSHITA BABUBHAI SHAH on August 27, 2015 at 9:52am — 1 Comment

કાચના પિંજરની અંદર કેદ

જીંદગી ખુદ કાચના પિંજરની અંદર કેદ છે ,

જૂના દી ની યાદના પિંજરની અંદર કેદ છે .

 

જીંદગીને માણવા માટે જીવન પુરતું નથી ,            

સપનાં ઓ જે, આંખના પિંજરની અંદર કેદ છે .

 

તેજને બદલે જો ધગધગતો જવાળામુખી છે ,

રોશની પણ સાથના પિંજરની અંદર કેદ છે .

 

વૈભવી જીવન છતાં પણ ખુદ અલગ દુનિયામાં રહે ,

ભાગ્યરેખા હાથના પિંજરની અંદર કેદ છે .

 

હાથ જાણીતો અજાણે પણ અડીને જાય તો ,

ગીતો પણ જો છંદના પિંજરની અંદર કેદ છે .

Posted by DARSHITA BABUBHAI SHAH on August 24, 2015 at 9:45am

મારી વાત -73 ''અંતરનો આવકાર ''

મારી વાત -73

''અંતરનો આવકાર ''

માણસનો સ્વભાવ વિકાસ કરતાની સાથે તેમની સાથે જોડાયેલી દરેક બાબતો નું આર્થીક મૂલ્યાંકન કરવાનો રહે છે. જીવનમાં સફળ થવું, ધન,પદ,પ્રતિષ્ઠા મેવવાની સાથે માનવ સંબંધોને પણ મહત્વ આપવું આવશ્યક છે.પોતાના પરિવાર, સગા સ્નેહી- સાથે નિર્દોષ અને સહજ વ્યવહાર કરવો રહ્યો.ઘણીવાર આપણે વધુને વધુ ધન કમાવવાની લાલસામાં માનવીય સંબંધોને અન્યાય કરતા હોઈએ છીએ.

તમારી સાથે જોડાયેલી દરેક વ્યક્તિને માત્ર ને માત્ર આર્થિક કે સ્વાર્થ માટે સંબંધ ન રખાય પરંતુ લાગણી અને નિસ્વાર્થ ભાવના સાથે વર્તન કરવું આવશ્યક છે. દરેક પ્રત્યે સમદ્રષ્ટિ રાખી નબળાને ઉપર લાવવા બનતો પ્રયાસ કરવો રહ્યો.

ઉદાર હૃદયે સૌને મદદરૂપ થવું માનવતા છે. બધું કરી છૂટ્યા પછી લેશ માત્ર અહંકાર ન કરવો. લોકો ની પ્રશંસાથી નમ્ર ભાવે દુર ખસી જવું માનવતાની નિશાની…

Continue

Posted by Ketan Motla on August 22, 2015 at 11:39am — 1 Comment

દિવસો કોરા કોરા

       

વર્ષો પાણી જેમ વ્હી ગ્યાં ,

દિવસો કોરા કોરા રહી ગ્યાં .

 

મારા વાલમ આવશે આજ , 

કાનમાં સંદેશો કહી ગ્યાં .

 

આગણાંમાં બાઝે ઝાકળ , 

આંખમાંથી આંસું વહી ગ્યાં .        

Posted by DARSHITA BABUBHAI SHAH on August 21, 2015 at 9:43am

 
 
 

Latest Activity

DARSHITA BABUBHAI SHAH posted blog posts
17 hours ago
dr vijay prajapati posted blog posts
21 hours ago
Dhruv Patel is now a member of syahee.com
yesterday
dr vijay prajapati posted blog posts
yesterday
DARSHITA BABUBHAI SHAH's 2 blog posts were featured
Wednesday
DARSHITA BABUBHAI SHAH posted blog posts
Wednesday
Heli Raval is now a member of syahee.com
Tuesday
ritu garg's blog post was featured

तुम तो शायर हो 'कतील' और वो इक आम सा शख़्स उस ने चाहा भी तुझे और जताया भी नहीं क़तील शिफाई

तुम तो शायर हो 'कतील' और वो इक आम सा शख़्स उस ने चाहा भी तुझे और जताया भी नहीं क़तील शिफाईSee More
Tuesday

Badge

Loading…

Events

September 2015
SMTWTFS
12345
6789101112
13141516171819
20212223242526
27282930
       

© 2015   Created by syahee.com.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service