Shabd Magazine

Music

Loading…

Photos

Loading…
  • Add Photos
  • View All

Syahee.com is a blogging and literature website where members can blog and read in languages like Gujarati,Hindi,Marathi,English

 

Blog Posts

આઈસલેન્ડનું વાવાઝોડું

નથી આ કઈં  ધરા ધ્રુજી, આ તો આકાશકંપ.

ટર્નરને પણ તેનું ચિત્ર દોરવા, બાંધવું પડ્યું હોત તેને દોરડાંઓ વડે મુશ્કેટાટ.

એક હાથમોજું, તે જે હાથમાં પહેરાયું હતું તેનાથી

કેટલાય માઈલ દૂર, પસાર થઈ ગયું સડસડાટ

મારી પાસેથી હજુ હમણાં જ.

 

મેદાનની પેલી બાજુ આવેલા મકાન તરફ જવા

હું તોફાનમાં સામી છાતીએ આગળ વધું છું.

વાવાઝોડામાં હું ઊડાઊડ કરું છું આમથી તેમ.

લેવાય છે મારો એક્સ-રે, મારું અસ્થિપંજર છૂટા થવાની આપે છે અરજી.           

ઝંઝાવાતી પવન મને આમથી તેમ ધકેલે છે,

હેબતાઈ જાઉં છું હું તેનાથી.

 

હું ભાંગી ગયો, હું ભાંગી ગયો અને ભાંગીને સૂકી ધરતી પર ડૂબવા લાગ્યો!

આ બધું જે અચાનક મારા પર આવી પડ્યું છે, તે કેટલું વજનદાર છે.

એક પતંગિયા માટે કેટલું કપરું, એક બાર્જને ખેંચી જવાનું!

 

અને આખરે હું પહોંચી તો ગયો.

કુસ્તીનો આખરી દોર દરવાજા સાથે.

અને હવે હું પ્રવેશ્યો ઘરની અંદર.

કાચની વિશાળકાય બારીની પાછળ.

આ કાચની શોધ પણ છે કેવી અસાધારણ અને…

Continue

Posted by Maharshi Mehta on November 28, 2015 at 5:59am

મારી વાત -૭૪ ‘’ જીવન જીવવાની કળા..’’

મારી વાત -૭૪

‘’ જીવન જીવવાની કળા..’’

માનવ જીવન અનેક વિપરીત સંજોગો, મુશ્કેલીઓ અને અનિશ્ચતતાઓ થી ભરેલું હોય છે. જીવનમાં ડગલે ને પગલે દુઃખો, સંકટો આવતા રહે છે. જીવનમાં આવતી સમસ્યાઓની ચિંતા કરવી એ હાર છે. પ્રત્યેક વ્યક્તિની પોતાની અલગ વિચારધારા હોય છે. તે પોતાના મનના વલણને આધારે સમસ્યા ને જુએ છે અને સંકટ ઉકેલવા પ્રયત્ન કરે છે.સફળ માણસ તેમના જીવનમાં આવતી સમસ્યાને હકારાત્મક અભિગમ રાખી કુનેહ પૂર્વક ઉકેલ મેળવી લે છે. હકારાત્મક દ્રષ્ટિકોણ થકી રોજિંદા જીવનની મુશ્કેલીઓ દુર કરી વિકાસ સાધે છે.માનવ જીવન અમુલ્ય છે એટલે જ્યાં સુધી મૃત્યું ન આવે ત્યાં સુધી પ્રતિપળ કાર્યરત રહેવું અનિવાર્ય છે. જીવનને શ્રેષ્ઠ દિશામાં લઇ જવા રચનાત્મક પ્રવૃત્તિ કરવી રહી. તમારા જીવનની નકારાત્મકતા દુર કરવા કળા, સંગીત,સાહિત્ય અને તમારાં શોખ ને પુરા કરવાનો આનંદ ઉઠાવવો.પ્રતિદિન નવો સુરજ નવી આશા લઇ આવે છે.આપણે પણ પ્રતિદિન નવા ઉમંગ અને નવા જોશ સાથે આજના દિવસને શ્રેષ્ઠ બનાવવા તૈયાર રહેવું. ભૂતકાળના બનાવો,ઘટનાઓ અને ભૂલોને ભૂલી જવું. ગઈકાલનો બોજ ન રાખવો. જીવનની બાકી રહેલી ક્ષણો ને… Continue

Posted by Ketan Motla on November 21, 2015 at 1:33pm

રેલપથ

રાતના બે-નો સુમાર. અજવાળી રાત.

ટ્રેન થોભી છે એક ખુલ્લા મેદાનની વચ્ચે.    

દૂરનાં શહેરની બત્તીઓનાં તેજ-બિંદુ ટમટમે ક્ષિતિજે ઠંડાંગાર.  

જેમ માણસ સ્વપ્નમાં એટલો ગરકાવ થઈ જાય કે

તેમાંથી બહાર આવ્યા પછી તેને યાદ પણ ન રહે

કે તે તેમાં હતો;

    

અથવા મંદવાડમાં કોઈ એવું પટકાય કે પસાર થતા દિવસો

ભાસે તેને, ટમટમતાં તેજ-બિંદુ સમાં,

જાણે તેજ-બિંદુનું ઝુંડ ક્ષિતિજે,

ક્ષીણ અને ઠંડુંગાર.  

 

ટ્રેન ઊભી છે સાવ જ સ્થિર.  

રાતના બે-નો સુમાર : ચાંદની પુરબહાર, થોડાક અમથા તારા.    

 

તોમસ ત્રોન્સ્ત્રમરની કાવ્યરચના Tracks.   તેનો અનુવાદ : મહર્ષિ મહેતા

Posted by Maharshi Mehta on November 21, 2015 at 3:32am

ફરિયાદ

જયારે ખુશ્બુ રિસાઈ જાય તો,
ફૂલ ને શું ફરિયાદ કરવી?
જયારે કલમ રિસાઈ જાય તો,
શબ્દો ને શું ફરિયાદ કરવી?
જયારે પવન રિસાઈ જાય તો,
શ્વાસ ને શું ફરિયાદ કરવી?
જયારે ધબકારા રિસાઈ જાય તો,
દિલ ને શું ફરિયાદ કરવી?
જયારે ખુશ્બુ રિસાઈ જાય ‘અનેરી’
તો ભગવાન ને શું ફરિયાદ કરવી?

Posted by Grishma Gajjar on November 16, 2015 at 9:28am

દબાણ હેઠળ

નીલ આકાશનો

પડઘાતો, એંજિન - ઘેરો, કાન ફાડી નાખતો અવાજ.

અમારો મુકામ સમુદ્રની વચ્ચોવચ,

આ સતત કંપતી, ધ્રૂજતી એવી અમારી કામ કરવાની જગા

જ્યાં મહાસાગરનાં ઊંડાણમાં

પ્રસ્તર ખૂલી પણ શકે અચાનક

ને ટેલિફોનો મારવા લાગે ફુંફાડા.

 

રમણીયતા પર નજર નાખવાનું બને અલપ ઝલપ

માત્ર બાજુમાંથી પસાર થતાં   

ઉતાવળે ઉતાવળે.   

ખેતરનાં મબલખ મોલ,

પીળા વહેળામાં ભળેલા અગણીત રંગ.  

મારા મસ્તકમાં રહેલી ઉદ્વિગ્ન પ્રતિછાયા ખેંચાય તે તરફ.

દાણામાં ગુપચુપ પેસીને સોનું થાવાનાં તેને કોડ. 

 

રાત ઢળી.

મધરાતે હું સુવા ભેગો થયો.

મોટી નૌકા તરતી મેલે નાની હોડલી

જલરાશિ પર તમે એકલા.

દૂર ને દૂર સરકી રહ્યો છે

વસ્તીનો કાળો ભમ્મર મોરો. 

 

તોમસ ત્રોન્સ્ત્રમરની કાવ્યરચના Under Pressure.   તેનો અનુવાદ : મહર્ષિ મહેતા

Posted by Maharshi Mehta on November 14, 2015 at 4:45am

એપ્રિલ અને નિ:સ્તબ્ધતા

 

વસંત પડી છે ત્યજાયેલી. 

ઘેરી મખમલી ખાઈ

સરકતી મારી બાજુમાં થઈને

પરાવર્તિત કર્યા વિના કશુંપણ. 

 

ઝગમગે છે

માત્ર પીળાં ફૂલો.

 

મારૂ વહન કરે મારો પડછાયો,

જે રીતે કાળી પેટીમાં વહન થાય વાયોલિનનું.

 

જે એક વાત હું કહેવા ચહું

ઝબકીને ચાલી જાય મારી પહોંચની બહાર

નાણાં ધીરનારની દુકાનમાં રહેલી રૂપાંની જણસની માફક.

 

કવિ : તોમસ ત્રોન્સ્ત્રમર          અનુવાદ : મહર્ષિ મહેતા 

Posted by Maharshi Mehta on October 31, 2015 at 8:55am

હવે સમય મારો છે

હવે સમય મારો છે 

થયો હું હેરાન ઘણો, કરવાને કંઈક નવું 

કર્યાં હેરાન બધાને ,કરવાને કંઈક નવું 

જોવડાવી રાહ ઘણી ,જોવાને સમય મારો

સાથ ના મળ્યો નસીબ નો ,જોવાનો સમય મારો

હવે છે સમય મારો................ હવે છે સમય મારો................

આવ્યા દુખો જીંદગી માં ઘણા,માણી ના શક્યો સુખ જીંદગી માં 

કહી દિલ ની વાત થોડી,કહી નાશક્યો વધારે

કરજે ઈચ્છા પૂરી મારી,કરજે સુખી બધાને

બનજે એન્જીનીયર સારો,કરી બતાવજે કંઈક એવું

હવે છે સમય મારો................ હવે છે સમય મારો................

નથી સમય વધારે મારી,બસ આટલું ધ્યાન માં રાખજે

હવે આવ્યો છે સમય તારો કરજે બધું જાતે

થઈશ હું ખુશ વધારે ત્યારે,થશે ખુશ ઘરના જન જન જયારે

નથી સમય મારા દેહ પાસે વધારે,બસ છે જેટલો ઈચ્છું કરું સુખી બધાને

હવે છે સમય મારો................ હવે છે સમય મારો................

પુરતી કરું છું શબ્દો ની કહી બે શબ્દ મારા દીકરા ને,

કરવાનું છે કૈક નવું તારે, જે હું ના કરી શક્યો વધારે

કરી બતાવવાનું છે હવે…

Continue

Posted by Hingu Vikram Ashokbhai on October 31, 2015 at 1:00pm

એક દ્રુત રચના


ગોરંભાયેલા એક દિવસના અંતે,

મેં છેડી હાયડનની એક રચના

અને મારા હાથે અનુભવ્યો થોડો ગરમાવો. 

પિયાનોની કળો છે તૈયાર.

તેની સુખદાયીની મોગરીઓ કરે આઘાત. 

ઓજસ્વી, લીલોછમ, અને નીરવતાથી પરિપૂર્ણ ધ્વનિ.

ધ્વનિ તો એમ વદે, અસ્તિત્વ છે

મુક્તિનું 

અને કોઈક છે જે ભૂપને વેરા નથી ભરતું.

મારા હાયડન ગુંજામાં હાથ ઘાલીને

ડોળ કરું છું હું

પરિસ્થિતી વિષે સ્થિતપ્રજ્ઞ હોવાનો.

હું ફરકાવું મારો હાયડન વાવટો.

સંકેત જે સૂચવે:

 “આ આત્મસમર્પણ નથી અમારું. પરંતુ અમે ઝંખીએ શાંતિ.”

સંગીત

એ તો ટેકરીના ઢોળાવ પરનું કાચનું મકાન;

શિલાખંડ ધસી આવે, શિલાખંડ તેની ઉપર ઝીંકાય,

મકાન સોંસરવા નીકળે શિલાખંડ   

છતાં જેનાં સઘળા કાચ રહ્યા છે હજુ સાબૂત.

 

તોમસ ત્રોન્સ્ત્રમરની કાવ્યરચના Allegro.   તેનો અનુવાદ : મહર્ષિ મહેતા

 

Posted by Maharshi Mehta on November 7, 2015 at 5:20am

पता नहीं?_21-10-2015

पता नहीं?

नदिया के पास कभी गया ही नहीं,

'किनारा' क्या होगा, पता नहीं?

 

दुनिया की भीड़ मे गहरा उतरता गया,

'खोजना' क्या है, पता नहीं?

 

भगवान का नाम लेती रहती है दुनिया,

वो भी 'थक गया होगा क्या' , पता नहीं?…

Continue

Posted by chirag koshti on October 22, 2015 at 5:46am — 3 Comments

कोशिशे हज़ारो हैं...

Written by DinsLove

कोशिशे हज़ारो हैं उन्हें पाने की मेरी ,

लेकिन उन्हें पाने का सोचकर ये रिश्ते , न जाने क्यों बिखर जाते हैं

ज़िन्दगी से और न तो कोई रुसवा और न चाहत हैं मुझे ,

लेकिन ये चाहत के तार , न जाने क्यों बिखर जाते हैं

देखी आज वो ढलते हुए सूरज की रौशनी यूँ ही

क्या पता कब न ढल जाए जिंदगी भी यूँ ही

उम्मीद लगाये जीते हैं उस नए रंगभरे सवेरे से

लेकिन उस सवेरो की धुप में ये रंग , न जाने क्यों बिखर जाते हैं

कोशिशे हज़ारो हैं उन्हें पाने की मेरी ....

तर्क भरा ये जीवन मेरा, दुसरो को तर्क यूँ सिखाते जाए ,

ज़िन्दगी के कथनो का मजबूत होना

लेकिन निष्कर्ष क्यों कमजोर नजर आये ,

कोशिशे करता हूँ इन्हे मजबूत करने की ,

लेकिन ये मजबूत तर्क , न जाने क्यों बिखर जाते हैं।

कोशिशे हज़ारो हैं उन्हें पाने की मेरी .......

इस दुनिया में मोहब्बत करना कोई गुनाह नहीं किसीका 

सच्चाई के साथ जीना कोई गुनाह नहीं किसीका 

लगता हैं सपनो का मंजर उनके…

Continue

Posted by DINS WARUDE on October 27, 2015 at 7:53pm

 
 
 

Latest Activity

Maharshi Mehta's blog post was featured

આઈસલેન્ડનું વાવાઝોડું

નથી આ કઈં  ધરા ધ્રુજી, આ તો આકાશકંપ.ટર્નરને પણ તેનું ચિત્ર દોરવા, બાંધવું પડ્યું હોત તેને દોરડાંઓ…See More
yesterday
Maharshi Mehta posted a blog post

આઈસલેન્ડનું વાવાઝોડું

નથી આ કઈં  ધરા ધ્રુજી, આ તો આકાશકંપ.ટર્નરને પણ તેનું ચિત્ર દોરવા, બાંધવું પડ્યું હોત તેને દોરડાંઓ…See More
Saturday
Ragni Singh is now a member of syahee.com
Friday
Ketan Motla's blog post was featured

મારી વાત -૭૪ ‘’ જીવન જીવવાની કળા..’’

મારી વાત -૭૪‘’ જીવન જીવવાની કળા..’’માનવ જીવન અનેક વિપરીત સંજોગો, મુશ્કેલીઓ અને અનિશ્ચતતાઓ થી ભરેલું…See More
Friday
Maharshi Mehta's blog post was featured

રેલપથ

રાતના બે-નો સુમાર. અજવાળી રાત.ટ્રેન થોભી છે એક ખુલ્લા મેદાનની વચ્ચે.    દૂરનાં શહેરની બત્તીઓનાં…See More
Friday
Grishma Gajjar's blog post was featured

ફરિયાદ

જયારે ખુશ્બુ રિસાઈ જાય તો, ફૂલ ને શું ફરિયાદ કરવી? જયારે કલમ રિસાઈ જાય તો,શબ્દો ને શું ફરિયાદ…See More
Friday
Ketan Motla posted blog posts
Thursday
chirag koshti commented on chirag koshti's blog post “ક્યાંક અફવા ફેલાય નહિ...”
"nice..one..:)"
Nov 22

Badge

Loading…

Events

December 2015
SMTWTFS
12345
6789101112
13141516171819
20212223242526
2728293031
       

© 2015   Created by syahee.com.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service